Singer: Aditya Gadhvi
Lyrics: Dula Bhaya Kag , Bhargav Purohit
Music: Kedar & Bhargav
Guitar: Parth Dhupkar
Starring: Pratik Gandhi(Vitthal)
Web series: Vitthal Teedi(2021)
ભભકે ગણ ભૂત ભયંકર ભૂતળ,નાથ અધંખર તે નખતે, ભણકે તળ અંબર બાધાય ભંખર ગાજત જંગર પાંહ ગતે; ડમરૂય ડડંકર બાહ જટંકર,શંકર તે કૈલાસ સરે, પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે- જીય કામપ્રજાળણ નાચ કરે. હદતાળ મૃદંગ હુહૂકટ, હાકટ ધાક્ટ ધીકટ નાદ ધરં , દ્રહદ્રાહ દિદીકટ વીકટ દોક્ટ, ફટ્ટ ફરંગટ ફેર ફરં; ધધડે નગ ધોમ ધધા કર ધીકટ ઘેંઘટ ઘોર કૃતાલ ઘરે, પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે- જીય કામપ્રજાળણ નાચ કરે.(-દુલા ભાયા કાગ(પૂજ્ય ભગત બાપુ))
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
માથે તો કાંઈ ચોમાસાને તાપ વીતેલા
પણ કાયમ બાજી રમેલા ને બધી પાછી જીતેલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
ઊંચે રે'તું સપનું પણ ભાઈ એક એક પાનું સીડી છે
નસીબ કાયમ હામું થાતું, તોય બાથ ભીડી છે
ઇ હારે નહીં, હાં ક્યારેય નહીં,
ઇ હારે નહીં, હાં ક્યારેય નહીં ભાઈ ઇ તો વિઠ્ઠલ તીડી છે...
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા.