Beni ho is a Gujarati song from the 2021 Gujarati Web series Vitthal Teedi. Beni ho singer is Geetaben Rabari. The music is given by Kedar & Bhargav.Beni ho lyricist or song writer is Bhargav Purohit.
Singer: Geetaben Rabari
Lyrics: Bhargav Purohit
Music: Kedar & Bhargav
Back Vocals: Stuti Karani, Lipika Nag
Sarangi: Vanraj Shastri
Flute: Shashank Acharya
Starring: Pratik Gandhi(Vitthal), Brinda Trivedi(Sister)
આજે બેની છૂટીયા સંગાથ આવજે બેની હો
આવ બેની ભરી લઉં બાથ આવજે બેની હો
લઈ જાજે કોડી તારી સાત સાથે બેની હો
દઈ જાજે બધી તારી ઘાત માથે બેની હો
આજે બેની છૂટીયા સંગાથ આવજે બેની હો...
ફળિયે કોયલ થઈ આજ ગાઈ લે બેની હો
તુલસીની તરસી છે સાંજ પાઇ લે બેની હો
ઘરમાં હવેથી ઘેરી રાત થાશે બેની હો
લઇ ચાલી સઘળો ઉજાસ સાથે બેની હો
કોને અમે કે'શું છાની વાત હવે બેની હો
રે'જો રાજી રે'જો રળીયાત હવે બેની હો