આ દેશી ઉપાયો અપનાવી મોઢા ને સુંદર બનાવો - Sundar Twcha Mate na Desi Upayo


આજ કાલ છોકરા હોય કે છોકરીઓ ગોરી ત્વચા દરેક ને ગમે છે.ઘણા લોકો સર્જરી દ્વારા પોતાના ચહેરા ના સુંદર બનાવતા હોય છે.તો ઘણા લોકો મોંઘીદાટ કોસ્મેટિક ક્રિમો વાપરે છે.પરંતુ બજાર માં મળતી આ ક્રિમો મોંઘી તો હોય જ સાથે કયારેક તેની આડ અસર પણ થાય છે.તો તેનો ઉપાય શુ??? તેનો ઉપાય છે આપણા દેશી નુસખાઓ - દેશી પદ્ધતિનો ઉપયોગ કરવાથી આ ફાયદો થાય છે કે તે ખર્ચાળ ટી નથી હોતા સાથે અસરદાર હોય છે,અને તેની કોઈ આડ અસર પણ નથી થતી.આ પોસ્ટ માં કેટલાક દેસી નુસખાઓ વિશે આપણે વાત કરીશુ.



મધ- એક ચમચી મધ થઈ ચહેરા પર રોજ 15 મિનિટ જેટલું મસાજ કરવામાં આવે તો મોઢા પર નો નિખાર વધે છે.મધમાં ટોનિક નામનું દ્રવ્ય રહેલું હોય છે જે ચામડી ને નિખારવા માં મદદ કરે છે.દરરોજ મધ ખવાથી પણ ચામડી સારી બને છે. અને મધ થી બીજા પણ ઘણા ફાયદા થાય છે.

દૂધ - દૂધ પણ મોઢા માટે એક ક્રિમ જેવું કામ કરે છે.દૂધ થી મોઢા પર મસાજ કરવામાં આવે તો પણ ચહેરા પણ નો નિખાર વધે છે.

સંતરા - દરરોજ સંતરા ખવાથી પણ મોઢું સુંદર બને છે.અને સંતરા માં ભરપૂર પ્રમાણ માં વિટામિન સી રહેલું હોય છે.સંતરા ની છાલ ને મોઢા પર ઘસવાથી મોઢા પર દાગ દૂર થાય છે.અને મોઢું દેખવડું બને છે.

પપૈયું - પપૈયું ખાવામાં તો ગરમ મનાય છે.પણ મોઢા માટે પપૈયા ના ઘણા બધા ફાયદા છે.પપૈયું ફોડવા નું પેસ્ટ બનાવી તેને મોઢા પર લગાવવું,આ પેસ્ટ 1 કલાક સુધી મોઢા પર રહેવા દેવું તેનાથી મોઢું સુંદર બને છે.આ પ્રક્રિયા નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે.



ગુલાબ જળ - ગુલાબ જળઆર્યવેદ માં પણ જેનો ચહેરા ને સુંદર બનાવવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ગુલાબજળ થઈ નિયમિત મોઢું ધોવાથી મોઢું સુંદર બને છે.અને મોઢા પર ની ડેડ સ્ક્રિન દૂર થાય છે.બજાર માં મળતા ગુલાબજળ મૉટે ભાગે dublicet કેટ હોય છે.ઘરે ગુલાબજળ બનાવવું માટે ગુલાબ ની પાંખડીઓ ને 12 કલાક પાણી માં પલાળી રાખો ત્યાર બાદ તે પાણી ની તમે ગુલાબ જળ તરીકે ઉપયોગ કરી શકો છો.

દૂધ અને કેસર - દૂધ માં કેસર ભેળવી ને તેની પેસ્ટ બનાવી તેને નિયમિત મોઢા પર મસાજ કરવામાં આવે તો પણ તેનાંથી ઘણો ફાયદો થાય છે.

ચણા નો લોટો - ચણા નો લોટ એટલે કે બેસન માં પાણી અને લીંબુ ભેળવી મેં તેની પેસ્ટ મોઢા પર લગાવવામાં આવે તો ચેહરા પર નો નિખાર વધે છે.

લીંબુ - જેમ લીંબુ ખાવાના ઘણા ફાયદા છે તેમ લીંબુ નો રસ અથવા લીંબુ ને છાલ ને મોઢા પર ઘસવામાં આવે તો ઓઢા પર ના ડાઘ દૂર થાય છે.અને મોઢું સુંદર બને છે.

બટાકું - કાચા બટેકા ને છીણી ને તેના ચહેરા પર લગાવવામાં આવે તો મોઢા પર કાળાં ધબ્બા દૂર થાય છે.આખની ફરતે ના કાલા ધબ્બા દૂર કરવા માટે આ પદ્ધતિ બહુ લાભ દાયી છે.

ટામેટું - ટામેટા માં એન્ટીઓકસિડેટ તત્ત્વ હોય છે .ટામેટા ને પીસી ને તેની પેસ્ટ મોઢા પર લગાવવામાં આવે તો તે બહુજ ફાયદા કારક હોય છે.અથવા ટામેટા ની પેસ્ટ માં લીંબુ ની રસ ભેળવાવવા માં આવે તો તે ચહેરો સારી રીતે સાફ કરી દે છે.

દૂધ ની મલાઈ અને હળદર - દૂધ ની મલાઈ અને હળદર ને મોઢા પર લગાવવા માં આવે તો તે મોઢા પર ના ડાઘ દૂર થાય છે.

તુલસી- તુલસી ના પાનની પેસ્ટ મોઢા પર લગાવવાથી મોઢા પર માં ડાઘ અને બ્લેક ડોટ દૂર થાય છે.અને રોજ 2 - 3 તુલસી ના પાન ખાવાથી મોઢા પર નો ગ્લો વધે છે.



નાળિયેર - નાળિયેર નું પણી પીવાથી મોઢું યુવાન બને છે.અને તેના પાણી થઈ મોઢું ધોવાથી પણ મોઢા ને ઘણો ફાયદો થાય છે.નાળિયેર ની પેસ્ટ ને મીંઢા પર લગાવવાથી મોઢું સુંદર બને છે.અને મોઢા પર ના કાલા ધબ્બા દૂર થાય છે.

આ બધા દેશી નુસકા છે તેના થી આપની skin ને ફાયદો થાય છે તે નક્કી નથી કારણ કે દરેક ની સ્કિન અલગ હિય છે.અમુક સંજોગો માં આ પદ્ધતિ કામ કરતી નેથી.

તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો

આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….
Previous Post Next Post