ઢોસાનું ખીરૂં બનાવની સાચી રીત - How to make dosa batter at home

નમસ્કાર મિત્રો આપનુ સ્વાગત છે.અમરી નવી પોસ્ટમાં

મિત્રો આપ સૌને ઢોસા તો બહુજ પસંદ હસે, આમતો ઢોસા નું જન્મસ્થાન તામિલનાડુ છે.પણ આ તમિલનાડું ના ઢોસા ભારત માં જ નહીં પણ આખા વિશ્વ માં ખવાય છે.



ઢોસા આજે સમગ્ર ભારત માં મળે છે.અને દરેક જગ્યાએ ઢોસા ના અલગ ને ઓળખાય છે.આવી રીતે ઢોસા ના સ્વાદ પણ અલગ હોય છે.આજે ઢોસા માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે.જેમકે સાદા ઢોસા,પેપર ઢોસા,પનીર ઢોસા,માહિસુર ઢોસા.ઢોસા ના નામ પ્રમાણે તેમના સ્વાદ પણ અલગ-અલગ અને અદભુત હોય છે.ઢોસા ભલે અલગ - અલગ બનતા હોય છે.પરંતુ તેનું ખીરું એક જ રીતે બનાવમાં આવે છે.શરૂઆત માં તો ઢોસા નું પડ જાડુ - અને નરમ બનાવવામાં આવતું પણ સમય જતા ઢોસા પણ એકદમ પાતળા અને પાપડ જેવા ક્રિષ્પી બનાવ લાગ્યા.પરંતુ આપણે ઘરે ઢોસા બનાવીએ તયારે આપણા થી તેવા બની નથી શકતા

આજે આ પોસ્ટ માં આપણે ઢોસા નું ખીરું સાચી રીતે બનાવતા શીખીએ, જેથી તમે પણ બજાર જેવા કડક અને ટેસ્ટી ઢોસા બનાવી શકો.

ઘણા લોકો ઘરે ઢોસા બનાવાની ઘણી ટ્રાય કરતા હોય છે.પરંતુ તેમની એકાદી ભૂલ ને કારણે ઢોસા નું પડ બની નથી સકતું,કેટલીક વાર પડ ફાટી જાય છે

ઢોસા નું ખીરુ બનાવવા માટેની સામગ્રી આ સામગ્રી થી 4 -5 વ્યક્તિ માટે ઢોસા બની શકશે

3 કપ ચોખા

1 કપ અડદની ફોતર વગર ની દાળ

1 ચમચી મેથી ના દાણા

મીઠું સ્વાદ અનુસાર

ઢોસા નું ખીરું બનાવવા માટે ચોખા અને અડદ ની દાળ ને ધોઈ નાખો અને ત્યાર બાદ તેને અને મેથી ના દાણા ને 5 - 6 કલાક માટે પાણી માં પલાળી દો  અથવા તમે આખી રાત પણ પલાળી શકો છો. પણ ચોખા અને દાળ ને અલગ - અલગ પાલળવી

5 - 6 કલાક બાદ ચોખા અને દાળ ને અલગ - અલગ મીક્ષર માં પીસી નાખો.પણ પીસતી વખતે જરૂર પડે તો જ પાણી ઉમેરવું.જરૂર ન હોય તો પાણી ના નાખો તો વધારે સારું રહેશે.



પીસેલા ચોખા અને દાળ ને એક વાસણ માં ભેગું કરી લો અને 4 - 5 કલાક માટે તેને ઢાંકીને આથો લાવવા માટે મૂકી દો

આથો આવી ગયા બાદ ખીરા ને હાથથી એક બાજુ ગોળ ફેરવો , પરંતું ધ્યાન એ રાખવું કે તમારો હાથ એક જ દિશામાં ફેરવવો,આ પ્રક્રિયા ને ફેટવું કહે છે ફેટવા ની આ પ્રક્રિયા 5 મિનિટ સુધી કરવી ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો દો

હવે તમારું ખીરું ઢોસા બનાવવા માટે તૈયાર છે.

આ ખીરા થઈ તમે ઈડલી અને ઉત્તપા પણ બનાવી શકો છે.

તમે ઢોસા ને સાંભર ,અને નાળિયેર ની ચટણી સાથે પીરસવી અમે આગળની પોસ્ટ માં નારીયેર ની ચટણી બનાવવાની રીત બતાવીશું

તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો

આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….

Previous Post Next Post