ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગરકાઠે આવેલું ભગવાન શિવજી નું ભવ્ય મંદિર એટલે સોમનાથ મહાદેવ... આ મંદિર ની પ્રસિદ્ધિથી લલચાઈને આ મંદિર ઉપર લૂંટ તથા ધર્માતરણ કરવાના ઇરાદેથી અવેલા આક્રમણો સામે સોમનાથનુ મંદિર અડીખમ ઉભુ રહ્યું છે. જયારે જયારે આ મંદિર ઉપર વિનાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યારે આ મંદિર ફરીથી બાંધવામાં આવ્યું છે.
![]() |
સોમનાથ મંદિર-પ્રભાસ પાટણ-somnath temple |
સોમનાથ મંદિર વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ભારતના તીર્થ સ્થાનોમાં સોમનાથ મહાદેવ નું મંદિર અગ્રીમ સ્થાન છે. સોમનાથ ગુજરાત રાજ્ય ના દક્ષિણ કાંઠે વેરાવળ થી પાંચ કિલોમીટર ના અંતરે પ્રભાસ પાટણ ના દરિયકાંઠે આવેલું છે.ભગવાન શંકર અનંત કાળ થી આ તીર્થ માં વસેલા છે. આ મંદિર ખુબજ મોટો ઇતિયાસ ધરાવે છે. ભારત માં ભગવાન શિવ ના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમા એક જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવ ના આ લિંગ નો સમાવેશ થાય છે.શિવ પુરાણ અનુસાર આ ભગવાન શિવનુ પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથ નો ઉલ્લેખ ૠગ્વેદ માં પણ થયેલો છે. આ તીર્થસ્થાન નો ઉલ્લેખ સ્કંદપુરાણ, શ્રીમદભગવતગીતા,શિવપુરાણ જેવા પ્રાચીનગ્રન્થો માં પણ છે.
પૌરાણિક કથા-
સોમનાથ મહાદેવના મંદિર અને તેના નામ પાછળ એક પૌરાણિક કથા છે.હિંદુ ધર્મ ના પ્રાચીન ગ્રંથો માં એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ પોતાની સત્તાવિસ કન્યાઓને સોમદેવ(ચંદ્રદેવ) સાથે પરણાવી હતી જેમાં રોહિણી સૌથી વધારે સ્વરૂપવાન હતી,જેથી સોમદેવ રોહિણી ને ખુબજ વધારે ચાહતો હતો.
આ વાત બીજી બહેનોને ખૂંચતી હતી જેથી બધી બહેનોએ ભેગા મળીને પોતાના પિતા દક્ષ પાસે ફરિયાદ કરી.જેથી દક્ષ પ્રજાપતિ એ સોમદેવ ને બોલાવી ઠપકો આપ્યો અને દરેક સાથે સમભાવે રહેવા સૂચના આપી છતાં ,તે સમભાવે વત્યોઁ નહિ. આથી દક્ષે સોમદેવ ને શ્રાપ આપ્યો કે"જા તારો ક્ષય થશે" આથી ચંદ્રદેવ દિવસે ને દિવસે ક્ષય પામતો ગયો,શ્રાપ ની મુક્તિ માટે સોમદેવે અનેક ઉપાચરો કર્યા ,યજ્ઞો કાર્ય છતાં રોગ મુક્ત ના થયો . આથી દેવો પણ ત્રાસી ઉઠયા અને સોમ ના શ્રાપ નિવારવા તેઓ દક્ષ ને સમજાવા લાગ્યા , છેવટે દેવો ની લાગણી ને વશ થઇ ને દક્ષે ક્ષય નિવારવા માટે જણાવ્યું કે ,
પ્રભાસ તીર્થ આગળ જ્યાં સરસ્વતી નદી મળે છે ત્યા સોમે સ્નાન કરવું અને ભાગવાન શિવ ની સ્તુતી કરવી. જો તે આ પ્રમાણે કરશે તો મહિનામાં પંદર દિવસ ચંદ્ર ક્ષય પામતો જશે અને બીજા પંદર દિવસ ચંદ્ર વૃદ્ધિ પામતો જશે.
સોમ રોહિણી સહીત પ્રભાસ તીર્થ માં પૂજા કરવા ઉતરી આવ્યો અને ભગવાન શિવજી સોમદેવ ઉપર પ્રસન્ન થયા અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામવાનું અને પ્રકાશવાનું સામર્થ્ય આપ્યું.
પ્ર-(પુનઃ) ભાસ-(પ્રકાશ) આ ઉપરથી આ સ્થાન પ્રભાસ નામે પ્રસિદ્ધ પામ્યું.અને સોમે જે લિંગ ની પૂજા કરી હતી તે ઉપરથી સોમ+નાથ=સોમનાથ મહાદેવ નામ પડ્યું. સોમનાથ મહાદેવમાં આવેલું લિંગ એ સ્વયંભૂ લિંગ છે.જે અત્યંત ક્રાંતિમાન અને તેજસ્વી છે.

સ્વયંભૂ લિંગ |
ઇતિયાસ-
પ્રાચીન ગ્રંથો કહે છે કે સોમનાથ મંદિર સૌ પ્રથમ સતયુગ માં સોમરાજ દ્વારા સોનામાં, ત્રેતાયુગ માં રાવણ દ્વારા ચાંદી માં,દ્વાપરયુગ માં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લાકડામાં બાંધવામાં આવ્યું
સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ત્યાર બાદ ઇ.સ 1025માં મહંમદ ગજનીએ પોતાના સૈનિકો સાથે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો અને મંદિર ઉપર લૂંટ ચલાવી અને મંદિર ને નષ્ટ કર્યું અને મંદિર માં રહેલ લોકોનુ પણ કતલ કરી નાખ્યું.અને તેમાં રહેલી આદિ શિવલિંગ ને પણ ખંડિત કરી હતી. કહેવાય છે કે અગ્રાના કીલ્લા માં રહેલા દેવદ્વાર સોમનાથ ના છે આ લૂંટ દરમ્યાન મહંમદ ગજની તેને પોતાની સાથે લઇ ગયો હતો. ત્યારબાદ ગુજરાત ના રાજા ભીમદેવ અને મળવાના રાજા ભોજે આ મંદિર ફરીથી બંધવ્યું હતું. પછી ગુજરાત ના રાજા કુમારપાળે આ મંદિર ને વિસ્તર્યું હતું.
>ત્યારબાદ 1196ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલાઉદી્ન ખીલજીના સેનાપતિ અફઞલખાંએ આ મંદિર નો વિનાશ કર્યો હતો.તે પછી થોડા જ સમયમાં ચૂડાસામા વંશના રાજા માહિપાલે આ મંદિર ફરીથી ચણાવ્યું હતું. ત્યારબાદ મુઞરશાહ પહેલાએ ઈ.સ.1394 માં,મહંમદ બેગડાએ ઈ.સ 1469 માં, મુઝરશાહ બીજાએ ઈ.સ 1530 માં અને ઇ.સ 1701 માં મોગલ શાસક ઔરંગઝેબે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને મંદિર નો અનુક્રમે નાશ કર્યો હતો.

સોમનાથ મંદિર-1869/Somnath temple-1869 |
પુન:નિર્માણ-
ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ 8 મે1950 માં સૌરાષ્ટ્ર ના પૂર્વ રાજા દિગ્વિજયસિંહે મંદિર ની આધાર શીલા રાખી તથા 11 મે 1951 વૈશાખ સુદ -5 ના રોજ સવારે ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ ના હસ્તે સોમનાથ ના જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે" આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. આજના મંદિર ને સ્થાને હતી જે મસ્જીદ તેનાથી થોડી દૂર લઈ જવાઈ છે. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ ના સ્તંભ અને તેના પર તિર રાખીને કરવામાં આવેલા સંકેત પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.(સંદર્ભ આપો) સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
સોમનાથ મંદિરની Official website
અન્ય સ્થળો-
સોમનાથ મંદિર ની નજીક હિરણ્યા ,સરસ્વતી અને કપિલ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણીઘાટ ની પાસે મહાપ્રભુજીની બેઠક છે.અને નજીકમાંજ બ્રહ્મકુંડ નામની વાવ છે.તેની પાસે બ્રહ્મકમંડળ કૂવો અને બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.અહીં રસ્તામાં જલ પ્રભાસ નામના કુંડો આવેલા છે.
સોમનાથથી 4કિલોમીટર દુર એક મોક્ષ પીપળો છે.અહીં ભગવાન શ્રીકૃષ્ણુંએદેહત્યાગ કર્યો હતો આ સ્થળ ભલકાતીર્થ તરીકે ઓળખાય છે. અને હિરણ્યા નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો એમ કહેવાય છે.
તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો તેને share કરો .તમે તમારા વોટ્સએપ ગ્રૂપ,ફેસબૂક માં આ વેબસાઈટ ને share કરો અને અમને સપોર્ટ કરો
આમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર….