ગામનાં બધા લોકો રાહત કાર્યમાં જોડાઇ ગયા.. અને થોડી જ વારમાં તેઓ25લોકોની લાશોને બહાર લઇ આવ્યા .
પોલીસ આવી ત્યારે તેને આશ્ચર્ય થયું કે એક ફોર સીટર હેલીકોપ્ટરમાં 25 લોકો કેવી રીતે સમાય .
પછી ખબર પડી કે જે જગ્યાએ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે કબ્રસ્તાન હતું
...
એક છોકરી બારી પાસે બેઠી ગાતી હતી….
“કબુતર જા જા જા, કબુતર જા… હો… પેહલે પ્યાર કી પેહલી ચિઠ્ઠિ સાજન કો દે આ….”
મમ્મી દોડ્તી આવીને કહેવા લાગી….
“બેટા, શું થયુ ? તારુ વોટ્સએપ બંધ થઇ ગયુ કે ?
...
પત્ની પિયર ગઈ હતી.પતિ છરી લઈને પત્નીના ફોટો પર ઘા કરી રહ્યો હતો.....
પતિ દર વખતે ચૂકી જતો હતો એક પણ છરી પત્નીના ફોટોને વાગતી ન હતી.
અચાનક પતિને પત્નીનો ફોન આવે છે... હેલ્લો તમે શું કરી રહ્યાં છો?
પતિ: હું તને મિસ કરુ છું!
...
જીતુ: અરે હું તો પરેશાન થઇ ગયો છું.ચીનુ: કેમ?
જીતુ: મારી પત્નીની મેકઅપનો ખર્ચ મારાથી સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની પણ સહન થતી નથી .
...
રાત્રે દુકાનેથી ઘરે જઈ રહેલા સુરેશને અંધારામાં ઊભો રાખીને ખંજર બતાવીને એક ગુંડો બોલ્યો, ‘‘ચાલ, જલદી કર, પાકીટમાં હોય એ બઘું આપી દે.‘‘ભાઈસા’બ, એવું ન કરો,’’સુરેશે હાથ જોડતા બોલ્યો, ‘હું જો ખાલી પાકીટે ઘરે ગયો તો મને મારી વાઈફ કાચોને કાચો ખાઈ જશે.’
‘‘અને હું જો ખાલી હાથે પાછો ગયો તો,’’ ગુંડાએ કહ્યું, ‘‘તો શું મને મારી વાઈફ મને શેકીને ખાશે?
...
કોઈ નો અકસ્માત થાય ત્યારે …..અમેરીકન : ઓહ માય ગોડ !
પાકિસ્તાની : યા અલ્લાહ !
સાઉથ આફ્રીકન : ઓ….. લા લા !
ગુજરાતી : પાર્ટીએ હોસ્યારી કરવામાં ને કરવામાં ઘુસાડી દીધી !
...
અમેરિકામાં એક કાઠિયાવાડી ઈંટરવ્યુ દેવા ગયો....
મેનેજર- વેયર આર યૂ ફોર્મ
કાઠિયાવાડી- સર , ઈંડિયા
મેનેજર- અરે વાહ , ઈંડિયામાં ક્યાંથી છો
કાઠિયાવાડી- ગુજરાતથી
મેનેજર શું વાત છે .. ગુજરાતમાં ક્યાંથી છો
કાઠિયાવાડી- અમરેલી થી
મેનેજર- ઈની માને ! કાઠિયાવાડી છો ?
કાઠિયાવાડી- સાહેબ તમે પણ કાઠિયાવાડી છો.
મેનેજર- હા હા .. તો કાલથી આવી જા નોકરી પર
કાઠિયાવાડી- સાહેબ મારો બાયોડેટા તો જોઈ લો.
મેનેજર- કઈ નથી જોવો બાયોડેટા
કાઠીયાવાડીને બધુ કામ આવડતું જ હોય ....
લાવ માવો કાઢ !!!! ...........
...
પત્નીએ પતિને કહ્યુ - યાદ રાખજો, જો આજ તમે દારૂપીને ઘરે આવશો તો હું આપધાત કરી લઈશ.પતિ - પ્રિયે, તુ રોજ સવારે આ જ વાત કહે છે પરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કે ન હું દારૂ પીવાનુ છોડુ છુ.
...
એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની ખાણ માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે .
...
લલ્લુએ પરીક્ષાનું પરિણામ પપ્પાને દેખાડ્યું એ જોઈનેપપ્પા: આટલા બધા ઓછા માર્ક! બે થપ્પડ મારવી જોઈશે .
છોટુ: પપ્પા,’’મેં અમારા સાહેબનું ઘર પણ જોયું છે... ચાલો, ચપ્પલ પહેરો જલદી .
...
જમાઈ: - આ તમારી છોકરી નો બહુ ત્રાસ છે, કોઈ કારણ વગર લડવા પણ માંડે છે......સહાનુભુતિ સાથે સસરા કહે : તમારી પાસે જે
કટ પીસ છે ને,
એનો આખો તાકો મારી પાસે છે....
...
તોફાની બૂધિયાએ તેના પપ્પાને પૂછ્યું: પપ્પા, લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચ થાય?પપ્પા: ખબર નહિ બેટા, મારું ખર્ચવાનું હજુ ચાલુ જ છે…
...
દારૂના લીધે બરબાદ બાપુએ કસમ ખાધી,ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,
પેલી ફેકી ને બોલ્યા - તારા લીધે મારી જમીન ગઇ
બીજી ફેકી - તારા લીધે મારું ઘર ગઇ,
ત્રીજી ફેકી - તારા લીધે મારું બૈરું ગઇ
ચોથી ભરેલી નીકળી,
તો કહે - તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી.
...
પ્રોફેસર : પહેલી મૂંગી હિન્દી ફિલ્મ કઈ હતી?સ્ટુડન્ટ : સાહેબ, હિન્દીમાં હોય તો મૂંગી કેવી રીતે હોય?